Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચમાં IPL પર સટ્ટાબેટિંગ રમતા 2 ઝડપાયા, નબીપુરનો કુખ્યાત સટ્ટોડીયો સોલી સહિત...

ભરૂચમાં IPL પર સટ્ટાબેટિંગ રમતા 2 ઝડપાયા, નબીપુરનો કુખ્યાત સટ્ટોડીયો સોલી સહિત મિલિત મોદી વોન્ટેડ…

Published By : Patel shital

  • SOG એ પશ્ચિમ વિસ્તારમાંથી ઓનલાઈન સટ્ટાની લિંક મેળવી પંજાબ અને હૈદરાબાદની મેચ ઉપર બેટિંગ કરતા પકડ્યા
  • ઓનલાઇન એપ્લીકેશન Beet777.Com, RadheExch.Com અને SilverExch.Com પર રમાતો હતો સટ્ટો

IPLસિરીઝ શરૂ થવા સાથે જ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ક્રિકેટના ઓનલાઈન સટ્ટા બેટિંગ અને સટ્ટોડિયા ઉપર ખાસ વોચ રાખી રહી છે. પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં 3 લિંક મેળવી સટ્ટો રમતા 2 સટ્ટોડિયાને પોલીસે પકડી લીધા છે.

નબીપુરનો કુખ્યાત સટ્ટોડિયા સુલેમાન પટેલ ઉર્ફે સોલી ફરી ક્રિકેટના સટ્ટામાં ફરી પોલીસની રડારમાં આવ્યો છે. ભરૂચ SOG હાલ ચાલી રહેલી IPL ની સિરીઝમાં ઓનલાઈન સટ્ટા અને સટ્ટોડીયા ઉપર વોચ રાખી રહી હતી.

ભરૂચમાં કેટલાક જુગારીયા મેચની હારજીત, રન, ફોર – સિક્સ, વિકેટ વિગેરે પર ઓનલાઇન મોબાઈલ ઉપર જુગાર રમતા હોય ચોકકસ આધારભુત માહિતીના આધારે SOG PI અને ટીમે ભરૂચની ભજ્જુવાલા સોસાયટી ખાતે ચેક કરતા મહંમદ જાવીદ પટેલ સટ્ટો રમતા ઝડપાઇ ગયો હતો.

પંજાબ કીંગ્સ – સનરાઇઝ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ઓનલાઇન એપ્લીકેશન Beet777.Com તથા RadheExch.Com દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટા બેંટિંગનો હાર જીતનો જુગાર રમતા પકડાતા 2 મોબાઈલ સાથે ધરપકડ કરાઇ હતી. એપ્લીકેશન લિંક નબીપુરના કુખ્યાત સુલેમાન પટેલ ઉર્ફે સોલી પાસેથી મેળવી Beet777.Com ની એપ્લીકેશન લિંક મિલિત મોદીને આરોપીએ આપી હતી

SOG ની બીજી રેઇડમાં ભરૂચની મદીના હોટલ પાસે ઇમરાન અહમદ મેમણ ઓનલાઇન એપ્લીકેશન SilverExch.Com દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટા બેંટિંગનો જુગાર રમતા સ્થળ પરથી મળી આવ્યો હતો. જેની પાસેથી એક મોબાઈલ કબ્જે કરાયો હતો. જેને પણ લિંક નબીપુરના સોલીએ મોકલી હતી. SOG એ સોલી અને મિલિત મોદીને વોન્ટેડ જાહેર કરી તેમની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!