- આ વર્ષે ચીકીના ભાવમાં કોઈ વધારો નહિ અનેક વેરાયટી અને ફ્લેવરમાં મળતી ચીકીના ₹140 થી 260 કિલોના ભાવ
ભરૂચ શહેરમાં સિંગ ચણા બાદ ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની વર્ષો જુની પરંપરા જાણીતી છે. ભરૂચમાં આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધીયા જલેબીની સાથે ચીકી, શેરડી અને બોરનું માહત્મ્ય જોવા મળે છે. ખારી સીંગ માટે જગ પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ જોવા મળી રહ્યું છે. ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં નાનુંભાઈ છેલ્લા ૩૦થી ૩૫ વર્ષથી ચીકી બનાવી નજીવા ભાવે વેચાણ કરે છે તેઓ ડ્રાયફ્રુટ, સીંગમાવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી બનાવે છે તેઓના ત્યાર અનેક વેરાયટીની ચીકીના ભાવની વાત કરીએ તો ૧૨૦થી ૧૮૦ સુધીના ભાવે વેચાણ થાય છે હાલ ભાવ વધારા વચ્ચે પણ તેઓ જુના ભાવે જ ચીકીનું વેચાણ કરે છે.