સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત પાણીની આવકને પગલે નર્મદા નદી બે કાંઠે નજરે પડી રહી છે ભરૂચના ગોલ્ડન બ્રીજ નજીક નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે નર્મદામાં પૂરની સ્થિતિ વચ્ચે લોકો પોતાના જીવન જોખમે નદી કિનારે આવી પોતાના મોબાઇલમાં સેલ્ફી લેતા નજરે પડ્યા હતા જેને પગલે ભરૂચ પોલીસ દ્વારા નદીની સપાટીની સેલ્ફી લેવા આવતા લોકોની સલામતી માટે ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર આવેલ ગોલ્ડન બ્રિજ પર બંને તરફ વાહન વ્યવહાર અને પગદંડી માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે રાતે એ.એસ.પી.વિકાસ સુંડાની હાજરીમાં બ્રિજના બંને છેડે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વાહન વ્યવહાર માટે વાહન ચાલકોએ નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરવા સાથે જ્યાં સુધી નદીની સપાટીમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી ગોલ્ડન બ્રિજ બંધ રાખવા સુચના આપવામાં આવી છે ત્યારે લોકોએ પણ જીવન જોખમે નર્મદા નદી કિનારે કે બ્રીજ ઉપર નહિ જવા ચેનલ નર્મદા પણ અપીલ કરે છે.