મુસ્લિમ બિરાદરો દ્વારા મંગળવારે મહોરમ નિમિત્તે શહેર અને જિલ્લામાં પરંપરાગત રીતે તાજિયા જુલુસ તેના નિયત માર્ગો પર કાઢવામાં આવ્યા હતા. મોડી સાંજે તાજિયાને ઠંડા કરાયા બાદ બુુધવારે વહેલી સવારથી તાજિયાઓની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.ભરૂચ શહેરમાં ફૂરજા બંદરે 42 તાજિયા અને 32 ડુબડુબ (ઘોડા)નું વિસર્જન કરવામાં આવશે.

કલેશ્વરમાં 25 જેટલા તાજિયાને હલીમશા દાતાર ભંડારી ખાતે ઠંડા કરાયા બાદ બુુુધધવારે સવારે વિસર્જન કરાશે.ભરૂચ અને અંકલેશ્વરમાં મોહરમની પૂર્વ રાતે કલાત્મક તાજીયાઓનું પરંપરાગત જુલુસ કાઢી યા હુસેન યા હુસેનના નાદ સાથે માતમનો પર્વ મનાવાયો હતો. મોહરમને લઈ ભરૂચ શહેર અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.