આજે શુક્રવાર શ્રાવણ વદ આઠમને જન્માષ્ટમીમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવને વધાવવા બે વર્ષ બાદ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ભવ્ય કાર્યકમોનું આયોજન કરાયું હતું.શેરીઓ, સોસાયટીઓ, ફ્લેટ, ટાઉનશીપ, હવેલી, મંદિરો તેમજ ભોઇ સમાજ દ્વારા મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવ રાતે 12 વાગે ઉજવવા વિવિધ કાર્યકમ રાખવામાં આવ્યા હતા. લોકોએ ઘરે પણ કૃષ્ણ જન્મોત્સવને આવકારવા વિવિધ આયોજનો કર્યા હતા. કેળના પાન, પંજેરી સહિતનું ધૂમ વેચાણ થયું હતું. રાતે 12 કલાકે લોકો ઘંટ અને શંખનાદ સાથે આતશબાજી કરી કાનાને આવકારવા સજ્જ બન્યા છે.ત્યારે ભરૂચ શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે રતાડાની પૂરી ખાવાની મહેમા છે.