Published By : Patel Shital
ગુડ ફ્રાઇડેના બે દિવસ બાદ પ્રભુ ઇસુનું પુનઃઉત્થાન થયું હોય ભરૂચ અને અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા રવિવારે ઇસ્ટરની ધામધૂમથી ઉજવણી કરાય હતી.
ભરૂચ અને અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ઇસ્ટરની ઉજવણી કરાઈ હતી. ગુડ ફ્રાઇડેના બે દિવસ પછી સમગ્ર વિશ્વમાં ઇસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઇસ્ટરના દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તનું પુનરૂત્થાન થયું હતું. આ કારણથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. જિલ્લામાં આજે ઇસ્ટર સન્ડે એ ખ્રિસ્તી બંધુઓએ ઘરો અને ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજી હતી. ખ્રિસ્તી બંધુઓએ પ્રાર્થના કરી બાઇબલ વાંચી ઉપવાસ રાખી મીણબત્તીઓ પ્રગટાવી એકબીજાને ભેટમાં શણગારેલા રંગબેરંગી ઇંડા આપ્યા હતા.