Published by : Anu Shukla
- ગુજરાત ગેસના કંપની સંચાલિત CNG સ્ટેશન કાર્યરત રહેતા ગેસ પુરાવા લાગી લાંબી કતારો
- દક્ષિણ ગુજરાતના 400 CNG પંપ હડતાલે
- CNG પંપોના માલિકોની હડતાળ આવતી કાલે સવારે 7 વાગ્યા સુધી શરુ
- કેન્દ્રનો નિર્દેશ છતાં કમિશન અંગે કોઈ નિર્ણય નહીં
ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના 40 થી વધુ CNG સ્ટેશન એક દિવસની હડતાલ ઉપર ઉતરતા વાહન ચાલકોની હાલાકીનો પાર રહ્યો ન હતો.

ઓઇલ કંપનીઓ દ્વારા માર્જીનમાં (કમિશન) વધારો નહી કરી અપાતા સોમવારે ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના 250 જેટલા સીએનજી પંપ એક દિવસ માટે સંપુર્ણ બંધ રહ્યા હતા. સંચાલકોએ વેચાણ બંધ રાખીને વિરોધ નોંધાવતા ખાસ કરી સીએનજી રીક્ષા ચાલકો મુસીબતમાં મુકાઈ ગયા હતા. સીએનજી પંપોનું માર્જીન કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી થતુ હોય છે. દર બે વર્ષે રિટેલ એગ્રીમેન્ટ રીન્યુ કરવાના સમયે વેપારમાં ખર્ચને ધ્યાને રાખી માર્જીન વધારવામાં આવે છે. પણ 2017 માં માર્જીનમાં વધારો કરાયા બાદ આજ સુધી વધારો અપાયો નથી. પેટ્રોલિય મંત્રાલયને 1 ડિસેમ્બર 2021 થી માર્જીન વધારવા આદેશ આપ્યો હતો. પણ સંચાલકોની વારંવારની રજૂઆતો બાદ પણ ઓઇલ કંપનીઓએ કમિશન વધાર્યું નથી. જેથી આજે ભરૂચ જિલ્લાના પણ CNG સ્ટેશન ધારકોએ 24 કલાક સીએનજીનું વેચાણ બંધ રાખી હડતાલમાં જોડાતા વાહન ચાલકોએ પોતાનું વાહન પેટ્રોલ ઉપર ચલાવવાનો વારો આવ્યો હતો.




