- બે મર્ડર સહિત અનેક ગુન્હાઓનો માસ્ટમાઈન્ડ ફરી જેલમાં…
- આરોપીએ હત્યા કરી મૃતકને દિવાલમાં ચણી નાખ્યો હતો…
ભરૂચ અને સુરત જિલ્લામાં હત્યા, મારામારી અને દારૂના વેપલાના અનેક ગુન્હાઓના ફરાર હિસ્ટ્રીશીટરને ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી જેલ ભેગો કર્યો છે.
લાંબા સમયથી ફરાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારીથી ઝડપી પાડ્યો છે. આ આરોપી એક હિસ્ટ્રીશીટર ગુન્હેગાર છે. જેણે પોતાની ગેંગ સાથે મળી હત્યાના બે ગુન્હા ઉપરાંત મારામારી અને પ્રોહિબીશનના અનેક ગુન્હાઓને અંજામ આપ્યો છે. આરોપી પાંચેક વર્ષ પહેલા ઝઘડિયાની MTZ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતો. અહીં તેણે પોતાની ગેંગ સાથે મળી હત્યા કરી મૃતકની લાશ નાળામાં ફેંકી દીધી હતી.
ગુન્હામાં ભરૂચ સબ જેલ ખાતે મોકલવામાં આવેલ. જેને 14 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલ જે દરમિયાન તેણે હત્યાના વધુ એક ગુન્હાને અંજામ આપ્યો હતો. હત્યા એટલી ઘાતિકી રીતે કરવામાં આવી હતી કે મૃતકને અંન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ચણી દીધો હતો. આ ગુન્હામાં પકડાયા બાદ તેણે સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. અહીં પણ 7 દિવસના વચગાળાના જામીન મેળવી ત્યાંથી પણ તે ફરાર થઈ ગયો હતો. પોલીસને પડકાર ફેંકનાર આ ગુન્હેગારને આખરે તેની અસલ મંઝિલે ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડે પહોંચાડી દીધો છે.