ભરૂચ એલસીબીએ તાડફળિયા વિસ્તારમાંથી કુલ રૂ. 42 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા. પોલીસે બેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઇવ હેઠળ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના તાડ ફળિયા વિસ્તારમાં મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાળેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા. પોલીસના દરોડાને પગલે સ્થળ પર નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી બિયરના 228 નંગ ટીન સહીત વિદેશી દારૂ મળી કુલ રૂ.42 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બોરભાઠા રોડ પર આવેલ પુનિતનગર મીરા ગેરેજ સામે રહેતા બુટલેગર નરેશ રમણ વસાવા, તાડ ફળિયામાં રહેતા જુનેદ સરવર કુરેશીને ઝડપી પાડયા હતા. પોલીસે બુટલેગરો વિજયભાઇ દલપતભાઇ વસાવા અને હનીફ બાબુ જમાદારને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.