ભરૂચ એ ડિવિઝનમાં બે વર્ષ 9 મહિના ફરજ બજાવ્યા બાદ પી.આઈ. એ.કે. ભરવાડની વડોદરા ગ્રામ્યમાં બદલી થઈ છે.દરેક સ્ટાફના માનીતા બની ગયેલા પી.આઈ. ને સમગ્ર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે શાનદાર અને યાદગાર વિદાય આપી હતી. શ્રીફળ, શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી તેમને શુભેચ્છાઓ અપાઈ હતી.પોલીસ સ્ટેશનમાં લાલ જાજમ પાથરી પી.આઈ. ઉપર પુષ્પ વર્ષા કરાઈ હતી. પી.આઈ. ભરવાડ પોલીસ સ્ટેશનની બહાર નીકળતા જ તેમના માટે શણગારેલી પોલીસ જીપ હાજર હતી.જેમાં તેમને બેસાડી પોલીસ સ્ટેશનની બહાર સુધી સમગ્ર 30 થી વધુના સ્ટાફે દોરડાં થી બાંધેલી જીપને હાથ વડે ખેંચી હતી. સ્ટાફ દ્વારા આવી ઝાકમઝોળ વિદાયને લઈ પી.આઈ. ભાવુક અને ગડગદિત થઈ ગયા હતા. તેમણે સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત 1 નવેમ્બર 2019 ના રોજ સુરતથી બઢતી પામી પી.આઈ. એ.કે.ભરવાડ આવ્યા હતા. જેઓએ ભરૂચમાં તેમના કાર્યકાળમાં હત્યા, લૂંટ, ચોરી સહિતના મોટા 24 ગંભીર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.