ભરૂચના દાડીયા બજાર વિતારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે રૂ.રૂ ૨૯ હજારના વિદેશી દારૂ ઝડપી મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રોએ બાતમીના આધારે ભરૂચ નગરના દાડિયા બજાર લોઢવાળ ના ટેકરા વિસ્તાર માં રેડ કરી હતી. દરમિયાન મહિલા બુટલેગરને ઘરેથી ખાડામાં દાટેલ વિદેશી દારૂની નાની બોટલ નંગ ૨૦૫ કિંમત રૂ ૨૯ હજાર કરતા વધુ ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે મુદ્દામાલ કબજે કરી મહિલા બુટલેગર રક્ષા નરેશ કહાર ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.