ભરૂચ જિલ્લા કોંગ્રેસના ધરણાંમાં કલેકટર કચેરી ખાતે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર શાહી ફેકનાર યુથ કોંગ્રેસના નિખિલ શાહ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.કેન્દ્ર સરકારના ઈશારે ઇડી દ્વારા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને સમન્સ અને પૂછતાછના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કલેકટર કચેરી ખાતે દેખાવો, સુત્રોચ્ચારોમાં યુથ કોંગ્રેસના નિખિલ શાહે માય રાશન યોજનાકીય બેનર ઉપર વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા ઉપર શાહી ફેંકી હતી.કલેકટર કચેરી ખાતે દેખાવો, સુત્રોચ્ચારોમાં યુથ કોંગ્રેસના નિખિલ શાહે માય રાશન યોજનાકીય બેનર ઉપર વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા ઉપર શાહી ફેંકી હતી.
જેમાં ભરૂચ એ ડિવિઝનના પી.એસ.આઈ. આર.કે. ધૂળકરે જાતે ફરિયાદી બની આ કોંગી કાર્યકર સામે લોકોને ઉશ્કેરવા, શાંતિ ડોહળવાનો પ્રયાસ અને પબ્લિક પ્રોપટી ડેમેજનો ગુનો દાખલ કર્યો હતો.