ભરૂચ એસ.ઓ.જી.અને એલસીબી તેમજ અંકલેશ્વર રૂરલ પોલીસે પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ અને ડેવલોપમેન્ટ કંપનીમાં દરોડો પાડી સઘન તપાસ હાથ ધરી હતી.કંપનીમાં બીજા માળે બનાવેલા રીએક્ટરમાંથી 1300 લીટર લિકવિડ ફોર્મમાં રહેલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે સોલિડ ફોમમાં 83 કિલો એમ.ડી. ડ્રગ્સ મળ્યું હતું.ભરૂચ એસ.ઓ.જી. એ ₹1383 કરોડનું ડ્રગ્સ, 13.24 લાખનું અન્ય ડ્રગ્સ બનાવવામાં વપરાતું કેમિકલ્સ, અન્ય દસ્તાવેજો અને 75 હજારના બે મોબાઇલ કબ્જે કર્યા છે.કંપનીના માલિકો અંકલેશ્વર રહેતો ચિંતન રાજુ પાનસેરિયા બી.કોમ. ભણેલો છે. જેને ફાયનાન્સ સહિતનું ઇન્વેસ્ટમેન્ટ કેયું હતું.

જયારે અન્ય ભગીદાર જ્યંત જીતેન્દ્ર તિવારી પણ આમ સક્રિય ભૂમિકા ભજવી ડ્રગ્સ બનાવવા મટિરિયલ્સની મુંબઈ સહિતના સ્થળોથી ખરીદારી થતી હતી આ ડ્રગ્સ બનવવામાં માસ્ટર માઈન્ડ એવા જ્યંતનો મામો દીક્ષિત બીએસસી કેમિકલ હતો. જેને મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ ઊંચકીને લઈ ગઈ છે.ઓપરેશનમાં એસ.ઓ.જી. પી.આઈ. વી.બી. કોઠીયા, પોસઇ, સુરેશ ભાઇ, શૈલેષભાઇ, સ્ટાફ સાથે એલસીબી પણ જોડાઈ હતી. આ અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ડ્રગ્સ અંગે પત્રકાર પરિષદમાં યોજાઈ હતી સમગ્ર મામલાની માહિતી પત્રકારોને આપી હતી.