- સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ કાર્યપાલક ઈજનેરીની કચેરી ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
- પર્યાવરણની જાળવણી કરનાર વિવિધ સંસ્થાઓના સભ્યો અને ગામના સરપંચોનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું
ભરૂચના ધર્મ નગર રોડ ઉપર આવેલ સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ કાર્યપાલક ઈજનેરીની કચેરી ખાતે ૭૩મા જીલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો

સામજિક વનીકરણ વિભાગ ભરૂચ જીલ્લા કક્ષાનો ૭૩મો વન મહોત્સવ આજરોજ ભરૂચના ધર્મ નગર રોડ ઉપર આવેલ સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ કાર્યપાલક ઈજનેરીની કચેરી ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જીલ્લામાં પર્યાવરણની જાળવણી કરનાર વિવિધ સંસ્થાઓના સભ્યો અને વિવિધ ગામના સરપંચોનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર તુષાર સુમેરા,નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિ,નીરજકુમાર,નિવાસી નાયબ કલેકટર જે.ડી.પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા,પાલિકા પ્રમુખ અમિત ચાવડા,જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ અને જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ જીલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.