Published By : Patel Shital
- એક્ષપ્રેસ ફ્રેઇટ કન્સોર્ટિયમ દ્વારા ગુડ્ઝ ટ્રેનના ટ્રેક માટે ગડર બેસાડવાની હાથ ધરનારી કામગીરી…
- ભરૂચથી જંબુસર જતા-આવતા ભારે વાહનો નર્મદા ચોકડી થઈ નબીપુર, હીંગલ્લા ચોકડી, ત્રાલસા, દયાદરા તરફ જઇ શકશે…
મુંબઈ-દિલ્હી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેનના અલિયાદા ટ્રેક માટે ભરૂચ-જંબુસર માર્ગ પર આજે મંગળવારથી ગડર બેસાડવાની કામગીરી હાથ ધરાય છે. જેને લઈ ભરૂચ-જંબુસર માર્ગ ઉપર 3 દિવસ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

ભરૂચમાંથી પણ બુલેટ ટ્રેન નજીકથી જ એક્ષપ્રેસ-વે અને ફ્રેઈટ કોરિડોર પસાર થઈ રહ્યાં છે. ત્રણેયની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. જો કે ભરૂચ-જંબુસર હાઇવે ઉપર સતત ભારે ટ્રાફિકના 24 કલાક ભારણને લઈ દિલ્હી-મુંબઈ ફ્રેઇટ કોરિડોરના ગડર બેસાડવામાં અડચણ આવી રહી હતી.

ટાટા ગૃપની એક્ષપ્રેસ ફ્રેઇટ કન્સોર્ટિયમને ગુડ્ઝ ટ્રેનના ત્રીજા ટ્રેક માટે પ્રોજેકટ મળ્યો છે. જેના દ્વારા ભરૂચ-જંબુસર રોડ ઉપર રેલ ઓવર બ્રિજ માટે ગડર બેસાડવા પ્રોજકટ કંપની દ્વારા 25 થી 27 એપ્રિલ સુધી બ્લોક લેવા સાથે ડાયબર્ઝન અપાયું છે.
મંગળવારથી ત્રણ દિવસ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જંબુસરથી ભરૂચ તરફ આવતા વાહનો દયાદરા, ત્રાલસા, હીંગલ્લા ચોકડી થઈ નબીપુર તરફ ડાયવર્ઝન અપાયું છે. ભરૂચથી જંબુસર જતા ભારે વાહનો નર્મદા ચોકડી થઈ નબીપુર, હીંગલ્લા ચોકડી, ત્રાલસા, દયાદરા તરફ જઈ શકશે.