ભરૂચ શહેર અને જિલ્લામાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી સમયાંતરે હલવાથી ભારે ઝાપટાં સ્વરૂપે વરસી અચૂક તેમની હાજરી નોંધાવી રહ્યાં છે.
શુક્રવારે બપોરે 2 કલાક સુધી વીતેલા 24 કલાકમાં પણ તમામ નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં ભરૂચ અને હાંસોટ તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.જ્યારે નેતરંગમાં 15 મિમી અંકલેશ્વર અને વાલિયામાં 12 મિમી, વાગરામાં 6 મિમી, ઝઘડિયામાં 5 મિમી, જબુસરમાં 3 મિમી અને આમોદમાં માત્ર એક મિમી વરસાદ નોંધાયો હતો.સતત વરસાદના કારણે પહેલાથી જ બિસ્માર રહેલા શહેર અને જિલ્લાના માર્ગો વધુ