Published by: Rana kajal
આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાની એક માત્ર શૂટિંગ રેન્જની સહ પરિવાર શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ભરૂચ જિલ્લા રાઇફલ શૂટિંગ એસોસિએશનના પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના નેજા હેઠળ ચાલતી જિલ્લાની એકમાત્ર ગન શૂટિંગ એકેડેમી ખાતે આજરોજ ભરૂચ જિલ્લાના તુષાર સુમેરાએ જિલ્લા, રાજ્ય, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ મેડલ વિનર નિશાનેબાજો સાથે વાર્તાલાપ કર્યો. નિશાનેબાજોને રાજ્ય અને રાષ્ટ્રીય રમતોમાં સિદ્ધિઓ હાંસલ કરવા બદલ કલેકટર તુષાર સુમેરાએ અભિનંદન પાઠવ્યા હતા. ગન શૂટિંગ એકેડેમીમાં પરિવાર સહિત તેઓએ સ્પોર્ટ્સ એર ગનથી શૂટિંગ કરી અને જિલ્લાના નિશાનેબાજ કઈ રીતે પોતાની રમતમાં મેડલ મેળવે છે એનો તાદ્રશ્ય અનુભવ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ગન શૂટિંગ એકેડેમીના કોચ મિતલબેન ગોહિલ અને સેક્રેટરી અજયભાઈ પંચાલે કલેકટર તુષાર સુમેરાનું ભાવભીનું સ્વાગત કરી અને જિલ્લાના શૂટરોનો પરિચય કરાવી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.
