Published By:- Bhavika Sasiya
- રેલવે અકસ્માતો નિવારવા બેરીકેટેડ બાદ દેશમાં હાઇવે પર પશુ અકસ્માતો રોકવા સરકાર લાવી રહી છે બાહુબલી વાડ
- દેશના હાઇવે પર પશુઓને આવી ચઢતા અટકાવવા પરિવહન મંત્રી નીતિન ગડકરીની બાહુબલી પશુ ફેંસિંગનો પ્રસ્તાવ
- સરકારે બાહુબલી કેટલ ફેન્સ લાગુ કરવાની યોજના બનાવી.
- 1.20 મીટર ઊંચી વાડનો હેતુ ઢોરોને રોડ ક્રોસ કરતા અટકાવવાનો.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-06-at-4.37.33-PM1.jpeg)
ભરૂચ જિલ્લામાં પાલેજથી પાનોલી સુધી 70 કિમીના હાઇવે પર પશુઓ દ્વારા સર્જાતા અકસ્માતો અટકાવવા આગામી સમયમાં બાહુબલી વાડ લગાવાશે.
દેશના ધોરીમાર્ગો પર રોડ ક્રોસ કરતી વખતે ઢોર અવારનવાર અકસ્માતનો ભોગ બને છે. કેટલીકવાર લોકો તેમની સાથે અથડાઈને જીવ પણ ગુમાવે છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ હવે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે હાઇવે પર બાહુબલી પશુઓની ફેન્સીંગ લગાવવાની યોજના તૈયાર કરી છે. જેના કારણે ભારતના હાઇવે પર પશુઓને રસ્તો ક્રોસ કરતા અટકાવવામાં આવશે. સરકારનું માનવું છે કે, આનાથી અકસ્માતો ઘટી શકે છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-06-at-4.37.32-PM.jpeg)
નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું છે, કે સરકાર ભારતમાં હાઈવે પર બાહુબલી કેટલ ફેન્સ એટલે કે બાહુબલી પશુ વાડ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. તેનો હેતુ ઢોરોને રોડ ક્રોસ કરતા અટકાવવાનો છે. આ સાથે ખતરનાક અકસ્માતો પણ ઓછા કરવા પડશે.
આ વાડ 1.20 મીટર ઉંચી હશે. એક વ્યાપક ઉકેલ તરીકે તે હાલ NH-30 ના વિભાગ 23 પર સ્થાપિત કરવામાં આવી રહી છે.