Published By : Patel Shital
- રૂ. 5 ની ચલણી નોટ કે સિક્કા અને રૂ. 10 નથી સિક્કા અંગે થતા નાના-મોટા ઝઘડા…
ભરૂચ જિલ્લાના બજારોમાં હાલના દિવસોમાં ગ્રાહકોને દુકાનદારો સાથે નાના મોટા ઝઘડાઓ થઈ રહ્યાં છે. આં ઝઘડાનું કારણ જોતા દુકાનદારો રૂ. 5 ની ચલણી નોટ કે સિક્કા અને રૂ. 10 ના સિક્કા કાયદેસર ચલણમાં હોવા છતાં દુકાનદારો ગ્રાહકો પાસે આવું ચલણ સ્વીકારવા અંગે ઇન્કાર કરતા હોય નાના-મોટા ઝઘડાઓ થઈ રહ્યાં છે.
હવે દુકાનદારોની પરિસ્થિતિ શું છે તે અંગેની વિગતો જોતાં જિલ્લાનાં દુકાનદારો જણાવી રહ્યાં છે કે અમે ગ્રાહકો પાસેથી ચલણી સિક્કા કે રૂ. 5 ની નોટ સ્વીકારી તો લઈએ પરંતું તેને ભરવા ક્યાં તે પણ એક મોટી સમસ્યા છે. ભરૂચ જિલ્લાના દુકાનદારોના જણાવ્યાં મુજબ કેટલીક બેન્કો ચલણી સિક્કા કે રૂ. 5 ની નોટ સ્વીકારવાની આનાકાની કરે છે. આવી જ પરિસ્થતિ રીક્ષા ચાલકો અને મુસાફરો વચ્ચે પણ સર્જાય છે. શટલ રીક્ષામાં મુસાફરી કરતા મુસાફરો રૂ. 10 કે રૂ. 5 ના સિક્કા કાઢે કે તરત જ ઝઘડા શરૂ થઈ જાય છે.