Published by : Rana Kajal
ભરૂચ જિલ્લાના લોકો ખુબ મોટી સંખ્યામાં પરદેશમાં વસવાટ કરે છે. સાથે જ મોટી સંખ્યામાં કન્યાઓના લગ્ન વિદેશમાં થયા છે ત્યારે હાલમાં જ બોમ્બે હાઇકોર્ટેનો મહત્વનો ચુકાદો આપતા કોર્ટે જણાવ્યું છે કે ઘરેલુ હિંસા વિદેશમાં થાય તો પણ ભારતમા કેસ થઈ શકે છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે આ ચુકાદો આપ્યો છે જેમા જર્મનીમાં થયેલી ઘરેલુ હિંસાની ઘટના અંગે પત્નીએ નાગપુરના મેજિસ્ટ્રેટની કોર્ટમા કેસ કર્યો હતો. જે અંગે જસ્ટિસ જી. એ. સાનપેએ ચુકાદામાં જણાવ્યું કે ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ મહિલાને સમાજિક સુરક્ષા આપવાની જોગવાઈ છે. ગુનો કોઇપણ સ્થાને થયો હોય તો પણ મહિલા સુરક્ષા માટે હકદાર છે. આ કેસમાં દંપતીના લગ્ન વર્ષ 2020 મા થયાં હતા. ત્યાર બાદ પતિ જર્મની જતો રહ્યો હતો પછી પત્ની ગઇ હતી. જર્મનીમાં પતિ તથા સાસુ સસરા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જે અંગે પત્નીએ નાગપુર કોર્ટમા કેસ દાખલ કર્યો હતો.