Published By:-Bhavika Sasiya
- ભરૂચ જિલ્લામાં સહારા ના ખાતેદારો ખુબ મોટી સંખ્યામા છે સહારા રિફંડ પોર્ટલ પર ક્લેમ કરવાની અંતિમ તારીખ તે જાણવું જરૂરી છે…
સહારા સોસાયટીમાં ફસાયેલા નાણાંની રિકવરી માટે સરકારે 18 જુલાઈના રોજ CRCS સહારા રિફંડ પોર્ટલ શરૂ કર્યું છે. સહારા સોસાયટીમાં વર્ષોથી જેમના નાણા અટવાયેલા છે તેવા તમામ ખાતેદારો આ પોર્ટલ દ્વારા દાવો કરી શકે છે. સહારા ના ડિપોઝીટર્સ આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને રકમ મેળવી શકે છે નોંધનીય છે કે ચાર સોસાયટીના ડિપોઝીટર્સ આ પોર્ટલ પર ક્લેમ કરી શકે છે.
સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ લખનઉ, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ કોલકાતા, સહારાયન યુનિવર્સલ મલ્ટિપર્પઝ સોસાયટી લિમિટેડ ભોપાલ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ હૈદરાબાદના ડિપોઝીટર્સ આ પોર્ટલ દ્વારા રિફંડ માટે ક્લેમ કરી શકે છે.
રિફંડ મેળવવા માટે થાપણદારોએ પહેલા CRCS સહારાના રિફંડ પોર્ટલ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આગળ Depositor Login પર ક્લિક કરવાનું રહેશે અને પછી તમારા આધાર કાર્ડ અને આધાર લિંક્ડ મોબાઈલ નંબરના છેલ્લા ચાર અંકો દાખલ કરવા પડશે. આ પછી ગેટ OTP પર ક્લિક કરીને તમારે અહીં OTP દાખલ કરવો પડશે. આગળ તમારે તમારો OTP વેરીફાઇ કરવો પડશે સરકારે CRCS સહારાના રિફંડ પોર્ટલ પર થાપણદારો માટે ક્લેમ કરવા માટે કોઈ ડેડલાઇન નક્કી કરી નથી.ખાતેદાર ઈચ્છે ત્યાં સુધી આ પોર્ટલ પર રિફંડનો દાવો કરી શકો છે . જો દાવાની રકમ 50,000 રૂપિયાથી વધુ છે તો તમારે પાન કાર્ડ સબમિટ કરવું જરૂરી છે. આ સાથે આધાર લિંક મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ હોવું પણ જરૂરી છે. આ વિના તમે પોર્ટલ પર રિફંડ માટે દાવો કરી શકતા નથી…