Published by : Rana Kajal
ભરૂચ જિલ્લાને અડીને વહેતા 122 કિમી લાંબા દરિયાની સુરક્ષા માટે જિલ્લા પોલીસ તંત્ર સજજ છે જેની ચકાસણી કરવા ખાસ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું…અત્રે નોંધવું રહ્યું કે ગુજરાતના 1600 કિમીના દરિયાકિનારાની સુરક્ષા માટે ખાસ ઓપરેશન સાગર કવચ શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ SOG દ્વારા આયોજીત બે દિવસની મોકડ્રીલમાં જિલ્લાના દરિયાકિનારા પાસે આવેલા પોલીસ સ્ટેશનો જેવાકે હાંસોટ, દહેજ, દહેજ મરીન, જંબુસર, વાગરા અને કાવી પોલીસ સ્ટેશનની ટીમો પણ સક્રિય થઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ તંત્રના કર્મચારીઓ બોટમાં દરિયામાં ફરતા જણાતા લોકોમાં કુતૂહલ સાથે ભય પણ ફેલાયો હતો. પરંતું જ્યારે લોકોને ખબર પડી કે આ તો મોકડ્રીલ છે ત્યારે લોકોને હાશકારો થયો હતો.