- ભરૂચમાં પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તો વાગરા અને અંકલેશ્વરમાં ઉમેદવારો રિપીટ
- જંબુસરમાં ડી.કે.સ્વામી અને ઝગડિયામાં રિતેશ વસાવાના નામ ઉપર મહોર
વિધાનસભાની ચૂંટણીઓ માટે જેની રાહ જોવાઈ રહી હતી તેવી ભાજપાની પહેલી યાદી આજે વાગ્યાની આસપાસ સત્તાવાર જાહેર કરાશે જો કે કેટલાક ઉમેદવારોના ઘરે અડધી રાતે જ ફોન રણક્યા હતા અને તેઓના નામ નક્કી હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. ભરૂચ બેઠક ઉપર ભાજપાએ પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને નક્કી કર્યા છે અને ઉપદંડક દુષ્યંત પટેલનું પત્તુ કપાયું છે વિધાનસભાની ચૂંટણી માટે આગામી ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે આજરોજ ભાજપા તેની પ્રથમ યાદી જાહેર કરશે. કોંગ્રેસ દ્વારા હજુ નામો નક્કી નથી કરાયા પરંતુ ભાજપાએ પોતાની પ્રથમ યાદીમાં અડધી રાતે જ કેટલાકને ફોન કરીને જાણ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લાની પાંચ બેઠકની વાત કરીએ તો ભરૂચ માંથી દુષ્યંત પટેલને કાપીને પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને નક્કી કરાયા છે. અંકલેશ્વર ખાતે ઈશ્વરસિંહ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે તો વાગરા બેઠક ઉપર પણ અરૂણસિંહ રણાને રિપીટ કરવામાં આવ્યા છે. જંબુસર બેઠક ઉપર ડી.કે.સ્વામી અને ઝગડિયા બેઠક ઉપર રિતેશ વસાવાના નામ ઉપર મહોર મારવામાં આવી છે. જો કે આ સત્તાવાર યાદી આજે સવારે કલાકે જાહેર કરવામાં આવશે. પરંતુ આ લોકોને રાતે જ ફોન આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે કલાકે જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકરો એકત્રિત થવાના છે. હવે કોંગ્રેસની યાદીની સહુ રાહ જોઈ રહ્યું છે.
