Home Bharuch ભરૂચ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 100 આચાર્ય અને 150 શિક્ષકોની...

ભરૂચ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 100 આચાર્ય અને 150 શિક્ષકોની ખાલી જગ્યા…

0

Published by : Rana Kajal

  • ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી
  • વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ સરકારમાં રજૂઆતની આપી ખાતરી

ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના સભાખંડમાં ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સભા મળી હતી.

સભામાં વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળનો વાર્ષિક હિસાબ અને પ્રમુખ સ્થાનેથી વિવિધ અહેવાલો સાથે મુદ્દા રજૂ કરાયા હતા.

નવું સત્ર શરૂ થયું છે ત્યારે જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના પ્રાણ પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી.

જિલ્લામાં 100 આચાર્યોની જગ્યા ખાલી છે. શાળાઓમાં 150 શિક્ષકોની ખાલી જગ્યાએ પણ ભરતી થઈ નથી. શાળાઓમાં 96 ક્લાર્ક અને 14 પટ્ટાવાળા પણ નથી.

જે અંગે ધારાસભ્યએ સરકારમાં રજુઆત કરવા ખાતરી આપી પ્રશ્નો અને ખાલી જગ્યા ઉકેલવા આશ્વાસન આપ્યું હતું. સભામાં પ્રમુખ પ્રવીણસિંહ રણા, અધ્યક્ષ દિનેશ પંડ્યા, મહામંત્રી બી.આર.પટેલ સહિત હોદેદારો, સભ્યો, આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version