Published By : Parul Patel
- સૌથી વધુ ભરૂચમાં 3 કેન્દ્રનું 78.29 અને સૌથી ઓછું દરિયાનું 38.57 ટકા…
- ગત વર્ષ કરતા 3.59 ટકાનો ઘટાડો, A1માં 112 વિધાર્થીઓ ઘટયા…

ભરૂચ જિલ્લા ધોરણ 10નું પરિણામ 61.07% આવ્યું છે. જિલ્લામાં 102 છાત્રોએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે.
ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ભરૂચ જિલ્લામાંથી 18368 પૈકી 18261 છાત્રોએ પરીક્ષા આપી હતી. જે પૈકી 11,152 વિધાર્થીઓ પાસ થયા છે, જ્યારે 4137 છાત્રો એક વિષયમાં અને 2972 વિધાર્થીઓ બે વિષયમાં નાપાસ થતા પૂરક પરીક્ષા આપવી પડશે.
જિલ્લામાં A1 ગ્રેડમાં 102, A2 ગ્રેડમાં 791, B1 ગ્રેડમાં 1807, B2 ગ્રેડમાં 2978 અને C1 ગ્રેડમાં 3535 વિધાર્થી રહ્યાં છે.

ભરૂચની 13 શાળાઓનું 100 ટકા જ્યારે 3 શાળાનું ઝીરો ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં 30 ટકામાં 26 શાળા અને 10 ટકાથી ઓછું પરિણામ મેળવતી 8 શાળા રહી છે.
સૌથી વધુ ભરૂચ 3 કેન્દ્રનું 78.29, સૌથી ઓછું દરિયાનું 38.57 ટકા જ્યારે અંકલેશ્વર GIDC નું 76.08, અંકલેશ્વરનું 72.20 અને ભરૂચનું 61 ટકા પરિણામ રહ્યું છે. ગત વર્ષ કરતા A1 ગ્રેડમાં 112 વિધાર્થીનો ઘટાડો થયો છે અને ટકાવારી પણ 3.59 ટકા ઘટી છે.