વડોદરાથી મુંબઈ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડોદરાથી ભરૂચ સુધીનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 5 જેટલાં બોટલ માર્ગ છે. જેનાં પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતના બનાવો બને છે આવા 5 બોટલ નેકમાં 1 બોટલ નેક ભરૂચ જિલ્લામાં પણ જે ભૂખી ખાડી પરનાં રાષ્ટ્રિય ધોરીમાર્ગનો સમાવેશ થાય છે. બોટલ નેક એટલે શુ તે અંગેની રસપ્રદ વિગત જોતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માર્ગ ત્રણ માર્ગમાથી અચાનક બે માર્ગીય થઈ જાય તેને બોટલ નેક માર્ગ કહેવાય છે આજ કારણોસર ભૂખી ખાડી પરનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિસ્તારમાં અક્સ્માતનાં બનાવો વધુ બને છે. અને તેથીજ વારંવાર ભૂખી ખાડી પરનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને પહોળો કરવાની માંગ ઊભી થાય છે.