- પશુપાલકોનો આક્રોશ ચરસીમા પર…
- ઢોર નિયંત્રણ બીલને લઈ ગુજરાતભરમાં વિરોધ…
ભરૂચના નીલકંઠ મંદીરના નર્મદા નદી કિનારે માલધારી સમાજે દૂગ્ધાભિષેક કર્યું.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-21-at-12.03.29-PM-1024x576.jpeg)
પશુપાલકો વિવિઘ પ્રશ્નો અને સમસ્યાઓના પગલે ખુબ આક્રોશમાં હોવાના પગલે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે માલધારી સમાજની નિલકંઠ મંદિરથી નર્મદા ચોકડી થઈ દુધના કેન સાથે વિશાળ રેલી નીકળી હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-21-at-12.03.31-PM-1024x576.jpeg)
માલધારી સમાજે નીલકંઠ મંદીરે નર્મદા નદી કિનારે પહોંચી જઈ દૂગ્ધાભિષેક કર્યું હતું. માલધારી સમાજ અને પશુપાલકો કેમ આક્રોશમાં છૅ તેનાં કારણો જોતાં ઢોર નિયંત્રણ બીલને લઈ ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે આ વિરોધના કારણે માલધારી સમાજ દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું છે તેથી ચોર્યાસી ડેરી, અમુલ ડેરી , સુમુલ ડેરીમાં તા 21ના બુધવારે દૂધની હડતાલનું માલધારી સમાજે એલાન આપ્યું છે.