Published by : Rana Kajal
- 32 બિલ્ડીંગના 1354 બ્લોકમાં સીસીટીવી કેમેરાની બાજ નજરમાં યોજાશે પરીક્ષાઓ
- 38 હજારથી વધુ વિદ્યાર્થીઓઓ આપશે પરીક્ષા
- શાંતિ ભર્યા વાતાવરણ પરીક્ષાઓ સંપન્ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા વ્યવસ્થા ઉભી કરાઈ
ભરૂચ જિલ્લામાં આવતી કાલથી બોર્ડની પરીક્ષામાં 48 કેન્દ્રો ઉપર બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થશે
ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આવતી કાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ભરૂચ જિલ્લામાં એસ. એસ. સીની પરીક્ષા માટે કુલ 32 કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે જયારે એચ. એસ.સી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે ભરૂચ અને અંક્લેશ્વર ખાતે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.જેમાં એસ.એસ.સી.માં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 24122 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે તો એચ. એસ.સી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે ભરૂચ અને અંક્લેશ્વરમાંથી 4 રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 3606 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
આ ઉપરાંત ધોરણ 12ના સામાન્ય પ્રવાહના કુલ 12 કેન્દ્રો પરથી 10873 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.આમ ભરૂચ જિલ્લામાં 132 બિલ્ડીંગમાં 1354 બ્લોકમાંથી મળી કુલ 38 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેને લઇ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને કોઇપણ જાતની ગેરરીતિ નહિ થાય તે માટે તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરાની બાજ નજર રાખવામાં આવશે સાથે ગેરરીતીને અટકાવવા વર્ગ-1 અને 2ના અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓ તણાવ મુક્ત વાતવરણ પરીક્ષા આપે અને તેઓને પુઝવતા પ્રશ્નોને લઇ આત્મ વિશ્વાસ હેલ્પલાઇન પણ કાર્યરત કરવામાં આવી છે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષાઓને પરીક્ષા કેન્દ્રમાં ડીવાઈઝ અને સાહિત્ય નહી લાવવા અપીલ કરવામાં આવી છે અને જીલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી ચેનલ નર્મદા પણ તમામ બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ પાઠવે છે. ચેનલ નર્મદા દ્વારા પણ બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઑને All the Best.