Published By:-Bhavika Sasiya
- ગત 17 ઓગસ્ટે મૌસમનો 100 ટકા વરસાદ સામે હાલ 63 ટકા જ વરસ્યો
- છેલ્લા 18 દિવસમાં માત્ર 3 ઇંચ વરસાદ ગત વર્ષ કરતા 98 ઇંચ ઓછો
ભરૂચ જિલ્લામાં આ વર્ષે ઓગસ્ટ મહિનો વરસાદ વિના તરસ્યો રહ્યો છે. છેલ્લા 18 દિવસમાં સમગ્ર જિલ્લામાં માત્ર 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
પ્રવર્તમાન ચોમાસું જૂનથી જ જોરદાર શરૂઆત કર્યા બાદ જુલાઈમાં શ્રીકાર રહ્યું હતું. જોકે ઓગસ્ટના આરંભથી જ ભરૂચ જિલ્લામાં મેઘરાજા અદ્રશ્ય થઈ ગયા છે.હાલ સુધીમાં જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 4302 મિમી એટલે કે 63 ટકા નોંધાઇ ચુક્યો છે. જે ગત વર્ષ કરતા 47 ટકા ઓછો છે.ગત વર્ષે 17 ઓગસ્ટે જીલ્લામાં 6768 મિમી એટલે કે મૌસમનો 100 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો હતો. ઓગસ્ટ મહિનામાં આ વર્ષે 18 દિવસમાં માત્ર 3 ઇંચ જ વરસાદ નોંધાયો છે. જેની ગત વર્ષની સરખામણી કરીએ તો 98 ઇંચ વરસાદ ઓછો પડ્યો છે.જો હજી એક સપ્તાહ સુધી વરસાદ ખેંચાઈ જાય તો વાવણી પર તેની પ્રતિકૂળ અસર પડી શકે છે. પિયતની જમીનને તો સિંચાઈના માધ્યમથી પાણી મળી રહે તેમ છે પણ કોરાટની જમીનમાં હજારો હેકટરમાં કરેલ વાવેતર પર ખતરો ઉભો થઇ શકે છે.