ભરૂચ જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.. રાતે 12 કલાકે બાળ ગોપાલના અવતરણના વધામણા લેવામાં આવ્યા હતા. જિલ્લામાં ઠેર ઠેર મટકીફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. રાતે 12ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા લેવાય છે. ભરૂચ જિલ્લામાં વિવિધ મંદિરો ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. તો વિવિધ સોસાયટીઓ તેમજ વિસ્તારોમાં પણ ડેકોરેશન સાથે કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા.
ભરૂચ – અંકલેશ્વર સહિત વિવિધ વિસ્તારોમાં મટકીફોડના કાર્યક્રમ યોજાયા હતા જેમાં યુવાનો દ્વારા મટકી ફોડી ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરી હતી. તો કેટલાય વિસ્તારમાં ભજન કિર્તનના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લો કૃષ્ણમય બન્યો હતો અને નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયા લાલ કી… હાથી ઘોડા પાલખી.. જય હો નંદ લાલ કી…ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું…