Published by : Rana Kajal
- ભરૂચના શખ્સ પાસે 17 લાખની ઉઘરાણી કરતાં વ્યાજખોરો…
ભરૂચ જિલ્લામાં ભરૂચ પંથકમાં વ્યાજખોરો સામે ઍક પછી ઍક પોલિસ ફરીયાદ નોંધાતા વ્યાજખોરોની દુનિયામાં હાલના દિવસોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
હાલમાં જ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમા આવેલા શ્રીનાથજી ટાવર ખાતે રહેતાં રાજેશ જાંગીડ મિસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દોઢ-બે વર્ષ પહેલાં અજય મહેન્દ્ર શાહના પરીચયમાં તે આવ્યો હતો.તે વ્યાજે રૂપિયા આપતો હોવાથી રાજેશે તેની પાસેથી બે વાર 50-50 હજાર રૂપિયા લીધાં હતાં. જે તેણે પરત ચુકવી પણ દીધા હતાં. જોકે, રૂપિયાના બદલામાં લીધેલાં ચેક પરત કર્યાં ન હતાં. તે અરસામાં તેણે તબક્કાવાર બે વાર બે-બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. જેના બદલામાં તેણે કુલ રૂ.12.89 લાખ રૂપિયા ચુકવ્યાં હોવા છતાં અજય મહેન્દ્ર શાહ તેની પાસે હજી મુદ્દલ સહિત કુલ 17 લાખની માંગણી કરી તેને અપશબ્દો ઉચ્ચારી પરેશાન કરતો હતો. જેના પગલે આખરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.