Published by : Rana Kajal
- ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ભરૂચનું 59.34 ટકા
- ગત વર્ષ કરતા 8.78 ટકાનો ઘટાડો, 28 છાત્રોનો એ 2 ગ્રેડ
- સૌથી વધુ ભરૂચ કેન્દ્રનું 70.93 અને સૌથી ઓછું જંબુસરનું 39.75 ટકા પરિણામ
ધો. 12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ 23 માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાનું 59.34 ટકા પરિણામ જાહેર થયું છે.
ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સાયન્સના પરિણામમાં ગ્રેડ સિસ્ટમ લાગુ થયાના 13 વર્ષમાં સંભવત પેહલી વાર એકપણ વિધાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો નથી. ગત વર્ષે ભરૂચનું પરિણામ 68.12 % નોંધાયું હતું. જેમાં આ વર્ષે 8.78 ટકાનો ઘટાડો નોંધાયો છે. એ2 ગ્રેડમાં 28 છાત્રો રહ્યાં હતાં.
જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2985 નોંધાયેલા પૈકી 2983 છાત્રોએ હાજર રહી પરીક્ષા આપી હતી. જેમાં એ1 માં ઝીરો, એ2 માં 28, બી1 માં 102, બી2 માં 224, સી1 માં 475, સી2 માં 657 જ્યારે ડી ગ્રેડમાં 283 છાત્રો રહ્યાં હતાં. પરીક્ષામાં 1215 વિધાર્થી નાપાસ થયા છે.
કેન્દ્રવાર પરિણામમાં સૌથી વધુ ભરૂચનું 70.93, સૌથી ઓછું જંબુસરનું 39.75 ટકા જ્યારે ઝાડેશ્વર કેન્દ્રનું 69.62 અને અંકલેશ્વરનું 53.73 ટકા પરિણામ રહ્યું હતું. સવારે 9 કલાકથી વેબસાઈટ અને વોટ્સ એપ નંબર ઉપર રિઝલ્ટ જાણવા વિધાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ધસારો વર્તાવ્યો હતો. જોકે નીચા પરિણામને લઈ ક્યાંક હરખ તો ક્યાંક હતાશા જોવા મળી હતી.