Home Bharuch ભરૂચ જિલ્લામાં મેઘાના જારી રાત્રી મુકામ વચ્ચે અત્યાર સુધી 80 ટકા વરસાદ

ભરૂચ જિલ્લામાં મેઘાના જારી રાત્રી મુકામ વચ્ચે અત્યાર સુધી 80 ટકા વરસાદ

0
  • 9 વર્ષમાં જુલાઈમાં વરસાદે રેકોર્ડ સર્જ્યો, ગત વર્ષ કરતા સવા ગણું આભમાંથી જળ વરસ્યું
  • રાત્રી દરમિયાન બે થી 4 કલાકમાં જ વાગરામાં બે ઇંચ અને ભરૂચમાં એક ઇંચ

ભરૂચ જિલ્લામાં જુલાઈ મહિનામાં મૌસમનો 80 ટકા વરસાદ વરસી જતા પાછલા 9 વર્ષનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે.

દરમિયાન રાત્રિ વેળા ભરૂચ જિલ્લામાં મેઘાનો મુકામ મંગળવારે પણ જારી રહ્યો હતો. માત્ર બે થી 4 કલાકમાં વાગરા તાલુકામાં 57 મિમી અને ભરૂચમાં 25 મિમી વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારો, ગરનાળા, રસ્તાઓ ઉપર જોત જોતામાં પાણી પાણી કરી દીધું હતું.

અન્ય તાલુકામાં ઝઘડિયા, વાલિયા અને નેત્રંગમાં 14 મિમી, અંકલેશ્વર 9 મિમી, હાંસોટ 8 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આમોદમાં 6 અને જંબુસરમાં 5 મિમી વરસાદ વરસ્યો હતો.

ગત વર્ષે ભરૂચ જિલ્લામાં 27 જુલાઈ સુધી મૌસમનો સરેરાશ વરસાદ માત્ર 34 ટકા જ પડ્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version