- આજે સવારે 6 વાગે પૂરા થતાં 24કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 1ઈંચ કરતાં વધુ વરસાદ….
શ્રાદ્ધનાં દિવસોમાં ભરૂચ જિલ્લામાં વરસાદનુ જોર દિન પ્રતિદિન વધી રહ્યુ છે. તા. 15 સપ્ટેમ્બરના સવારના 6વાગ્યાથી થી તા. 16સપ્ટેમ્બરના સવારના 6 દરમિયાન જિલ્લામાં સરેરાશ 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. તાલુકા મુજબ વરસાદની વિગત જોતા અંક્લેશ્વર તાલુકામાં 22 મીમી, આમોદ તાલુકામાં 06 મીમી, નેત્રંગ તાલુકામાં 2 ઈંચ કરતાં વધુ એટલેકે 66 મીમી, ભરૂચ તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ એટલે કે 43 મીમી, વાગરા તાલુકામાં 11 મીમી, વાલીયા તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ એટલે કે 38 મીમી, હાંસોટ તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ એટલે કે 37 મીમી, અને જંબુસર તાલુકામાં ઝરમર વરસાદને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. આમ જિલ્લામાં કુલ 230 મીમી વરસાદ વરસ્યો હતો.