ગુજરાત કોંગ્રેસના દક્ષિણ ઝોનના એ.આઈ.સી.સી.ના સહ પ્રભારી બી.એમ.સંદીપજીની હાજરીમાં ભરૂચ જીલ્લાની પાંચેય બેઠકો ઉપર મીટીંગોનો દોર શરુ કરવામાં આવ્યો છે વિધાનસભાની ચુંટણીના ભણકારા વચ્ચે ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે મીટીંગ મળી હતી જેમાં વાગરા વિધાનસભા મત વિસ્તારના આગેવાનો તેમજ કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આ મીટીંગમાં એ.આઈ.સી.સીના સભ્ય સોનલ પટેલ,આકાશ ભાટિયા,પ્રદેશ મહામંત્રી સંદીપસિંહ માંગરોલા,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા અને માનસિંહ ડોડીયા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.