Published by : Anu Shukla
- તણાવ, દોડધામ અને સતત કામકાજ વચ્ચે પોલીસ અને પરિવાર માટે ત્રણ દિવસ હળવાશની પળો માણવાનો અવસર.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા પોલીસકર્મીઓને તણાવમુક્ત હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટીક્સ મીટ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે.
અતિ વ્યસ્ત અને સતત જવાબદારીના અહેસાસ વચ્ચે કામ કરતા પોલીસકર્મીઓ અને અધિકારીઓ સાથે તેમના પરિવારને પણ આનંદની પળો આ આયોજન થકી પ્રદાન કરવામાં આવી છે. ત્રિદિવસીય ખેલ મહાકુંભનો ભરૂચ SP ના હસ્તે પ્રારંભ કરાયો હતો.
જિલ્લા પોલીસ પરિવારના વડા ડો. લીના પાટીલ એથ્લેટીક્સ મીટ 2023 ના ઉદ્ઘાટક હોય જેમને Horse Escorting સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર આવકાર આપવામાં આવ્યો હતો. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમતોત્સવનું આયોજન કરાયું છે. પોલીસ દ્વારા આયોજિત અવસર હોય એટલે પરેડ અચૂક યોજાતી હોય છે. ભરૂચ જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ ખેલ ઉત્સવની પરેડ યોજી હતી. આ પરેડે ખુબ આકર્ષણ જમાવ્યું હતું.
પોલીસ એથ્લેટીક્સ મીટમાં 100 થી 400 મીટર દોડ, રીલે દોડ, ઊંચી-લાંબી કુદ, ગોળ ફેક સહિતની રમતોનું આયોજન કરાયું છે. જેમાં જિલ્લાના 23 પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. તો પોલીસ પરિવારના બાળકો અને સભ્યો માટે લીબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી સહિતની રમતો આયોજિત કરાઈ છે.