Home Bharuch ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાના સંકટમાંથી ગુજરાતને હેમખેમ બહાર લાવવા જવાલેશ્વર મહાદેવને...

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાના સંકટમાંથી ગુજરાતને હેમખેમ બહાર લાવવા જવાલેશ્વર મહાદેવને જળાભિષેક…

0

Published By : Patel Shital

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બિપરજોય વાવાઝોડામાંથી ગુજરાત હેમખેમ બહાર આવે તે પ્રાર્થના સાથે મહાદેવને જળાભિષેક કરાયો.

રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે. આ પહેલા આવેલા તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં કેટલીક જગ્યાએ માલહાનિ અને જાનહાનિ નોંતરી હતી, હવે આ વખતે આવેલા બિપરજોય વાવાઝોડાને લઇને પણ સરકાર અને જનતા ચિંતિત છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઝાડેશ્વર સ્થિત જ્યોતિનગર ખાતે આવેલા જ્વાલેશ્વર મહાદેવ મંદિર ખાતે બિપરજોય વાવાઝોડું દરિયામાં જ સમાઇ જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી હતી.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપ મહામંત્રી નિરલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના બાધકામ સમિતિના ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના હોદ્દેદારો દ્વારા મહાદેવને જળાભિષેક કરી આવનાર સંકટમાંથી ઉગારવા પ્રાર્થના કરવામાં આવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version