Published By : Aarti Machhi
દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્ર ભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી અને અંકલેશ્વર- હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની હર ઘર તિરંગા યાત્રા હાંસોટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ હતી.
અંદાજિત ૧૫૦૦ લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી હાંસોટને તિરંગામય બનાવી દીધુ હતું. આ યાત્રા જીન કંપાઉન્ડથી પ્રસ્થાન કરી પ્રાથમિક કુમાર શાળા ખાતે સંપન્ન થઈ હતી જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા