Published By:-Bhvika Sasiya
- શિક્ષણનો ગુજરાતમાં વાગતો મૃત્યુઘંટ બંધ કરી તાત્કાલિક ભરતી કરવા માંગ
- ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બહાર શિક્ષકોએ કર્યા સરકાર વિરૂદ્ધ દેખાવો
ભરૂચ જિલ્લા શેક્ષણિક સંઘ સંકલન સમિતિ હેઠળ શનિવારે વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકાર સામે મૌન ધરણાં યોજ્યા હતા.
ગુજરાતમાં શિક્ષણનો મૃત્યુઘંટ વાગી રહ્યો હોવાની લાગણી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ વ્યક્ત કરી છે. સરકાર શિક્ષકને સ્કૂલથી બહાર રાખી સરકારી કામ કરાવી રહી છે.વિધાનસભા ચૂંટણી પેહલા આપેલા વચનો પુરા કરાયા નથી. જિલ્લામાં પણ શિક્ષકો અને સ્ટાફની ઘટ છે જેમાં વર્ષોથી ભરતી થતી નથી. જૂની પેન્શન નીતિ અમલી કરવા, શિક્ષકો પાસે શિક્ષણ સિવાયનું કરાવાતું કામ બંધ કરવા સહિતની મંગણીઓ સાથે ભરૂચમાં શિક્ષણાધિકારી કચેરી બહાર ધરણાં કરાયા હતા. જ્યારે તાલુકા મથકોએ પણ ધરણાં કરી ડીઈઓ, અધિકારીઓને સરકારને સંબોધતુ આવેદન અપાયું હતું.