Published by : Rana Kajal
ભરૂચ જિલ્લા સહીત સમગ્ર રાજયમાં ધુમ્મસનું વાતાવરણ છવાઈ ગયું હતું. ધુમ્મસના કારણે વિઝીબિલીટી ઘટી ગઈ હતી. સાથે જ ભરૂચ જિલ્લામાં રમણીય વાતવરણ છવાઈ ગયું હતું. ભરૂચ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસો દરમિયાન વાદળ છાયું વાતાવરણ છવાઈ ગયું હતું. સાથે જ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. સતત બે દિવસ ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે સોમવારે રાજયભરમાં ધુમ્મસ છવાયું છે.ઘુમ્મસને પગલે રાજ્યમાં કાશ્મીર જેવું વાતાવરણ છવાયું છે. સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી બે દિવસ રાજ્યમાં ઠેરઠેર વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે બપોર પછી સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતાં વાદળા વિખરાશે. આ સાથે લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
