Published by : Vanshika Gor
ભરૃચ જિલ્લા સહીત રાજ્યમા આવનારા બે દિવસ ગરમીમા વધારો થશે જ્યારે ત્યાર બાદના બે દિવસોમા રાજ્યમા અનેક સ્થળોએ માવઠું થાય તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામા આવી છે…
છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમા સતત વાતવરણ બદલાતું રહ્યું છે. વારંવાર થતા માવઠાના કારણે ખેડૂતોને ખુબ આર્થીક ફટકો પડ્યો છે. જેના પગલે હાલમાંજ ભરૂચ જિલ્લાના ખેડૂતોએ નુકસાનીના વળતર અંગે સરકારી સહાય માગવા આવેદન પત્ર પાઠવ્યું હતું. ત્યારે હવે આવનારા બે દિવસો સુધી ગરમીમા વધારો થાય અને પછી માવઠાની વકી હવામાન ખાતા દ્વારા કરવામા આવી છે. સમગ્ર રાજય માટે આ આગાહી કરવામાં આવી છે. પરંતું જો ભરૂચ જિલ્લા માટેની આગાહી જોઈએ તો આવનાર શુક્રવારના રોજ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠુ થઈ શકે છે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામા આવી છે