ભરૂચ જીલ્લા કોગ્રેસ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે બેનરો સાથે મોંઘવારી મુદ્દે પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
અસહ્ય મોંઘવારીને લઇ દેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરૂચ જીલ્લા કોગ્રેસ,યુથ કોંગ્રેસ,ભરૂચ શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ,પેકિંગમાં મળતું અનાજ સહિતની વસ્તુઓ પર જીએસટીના કારણે ભાવમાં વધારોને પગલે મોંઘવારી વધી છે જેને પગલે ખેડૂતો,વેપારીઓ અને મધ્યમ વર્ગ ત્રસ્ત બન્યા હોવાના આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી,શેરખાન પઠાણ,સમશાદ અલી સૈયદ અને શહેર પ્રમુખ વિક્કી સોખી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.