- પોલીસે બંને સ્થળોએથી ૩.૧૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા
ભરૂચ જીલ્લા પોલીસે અંકલેશ્વર હાઇવે ઉપર માંડવા ટોલ ટેક્ષ અને અંદાડા ગામની નવી વસાહતમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને રૂપિયા ૩.૧૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એલસીબીનો સ્ટાફ દિવાળી તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી ટવેરા ગાડી નંબર-જી.જે.૦૧.આર.જે.૫૮૭૧માં વિદેશી દારૂનો જથ્થો વડોદરા બાજુ લઇ બે ઈસમો પસાર થવાના છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર હાઇવે ઉપર માંડવા ટોલ ટેક્ષ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૨૧૬ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧ લાખથી વધુનો દારૂ અને બે લાખની કાર મળી કુલ ૩.૧૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અમદાવાદ શહેરના લાંભા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર ખાતે રહેતો રાજુ કાંતિ ઠાકોર,રોનક મહેન્દ્ર પટેલને ઝડપી પાડ્યો હતો જયારે વિદેશી દારૂ ભરી આપનાર વ્યારાના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તો અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે અંકલેશ્વરના અંદાડા ગામના નવા છાપરા રોડ ઉપર આવેલ નવી વસાહતમાં રહેતો બુટલેગર અનીલ સુરેશ વસાવા પોતાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૪ નંગ બોટલ મળી બુટલેગર અનીલ સુરેશ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.