- પોલીસે સેંગપુર ગામની સીમમાંથી ૨.૫૨ લાખનો દારૂ મળી કુલ ૨.૫૭ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો
- અન્ય ત્રણ બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયા
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમાં શેરડીના ખેતર પાસે સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો જયારે ત્રણને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સેંગપુર ગામની નવી નગરીમાં રહેતો બુટલેગર વિષ્ણુ દામજી વસાવા અને રાજેશ અર્જુન વસાવાએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી ગામની સીમમાં ખાડી વગામાં સાસુના શેરડીના ખેતરમાં સંતાડેલ છે જેવી બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડ્યા હતા પોલીસમાં દરોડાને પગલે એક ઇસમ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૩૩૬ નંગ કબજે કરી હતી પોલીસે ૨.૫૨ લાખનો દારૂ અને ફોન મળી કુલ ૨.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને મૂળ તલોદ્રા અને હાલ સેંગપુર ગામની નવી નગરીમાં રહેતો બુટલેગર વિષ્ણુ દામજી વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે દારૂ મંગાવનાર સહીત ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

જયારે અંકલેશ્વર શહેરમાં આવેલ શાંતિ નિકેતન સોસાયટી સ્થિત રાજેન્દ્ર એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ ઝડપાયો
જયારે અંકલેશ્વર શહેરમાં આવેલ શાંતિ નિકેતન સોસાયટી સ્થિત રાજેન્દ્ર એપાર્ટમેન્ટના મકાન નંબર-૯માં રહેતો કલ્પેશ સંજય સોમૈયા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૭ નંગ બોટલ મળી કુલ ૩ હજારથી વધુના મુદ્દામાલ સાથે કલ્પેશ સંજય સોમૈયાને ઝડપી પાડ્યો હતો.