વિજ્ઞયન અને પ્રાધૌગિકી વિભાગ,ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા તપોવન સંકુલ ખાતે જીલ્લા કક્ષા સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ સ્પર્ધા-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લાની સાત શાળાના ૫૬ વિદ્યાર્થીઓએ વિવિધ ડ્રામા રજુ કર્યા હતા.

સ્પર્ધામાં નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ઇન્દીરાબેન રાજ,ચેરમેન કીર્તિબેન જોશી, તપોવન સંકુલના દિનેશ પંડ્યા અને ડી.એસ.સી.ના કો-ઓર્ડિનેટર કેશા પ્રજાપતિ,ડો.નીલેશ ઉપાધ્યાય તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.