ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જીલ્લા સરકારી કચેરીના આઉટ સોર્સિંગના કર્મચારીઓએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા આઉટસોર્સ એજન્સીઓને અંદાજીત ૧૫ હજાર સુધીનું ચુકવણી કરવાનું થાય છે પરંતુ એજન્સીઓ મારફતે આઉટસોર્સના કર્મચારીઓને માત્ર ૮ કે નવ હજાર જેટલું વેતન ચુકવવામાં આવે છે જે નક્કી થયેલ લઘુતમ વેતન કરતા ઘણું ઓછુ હોવાના આક્ષેપ કરાયા છે સાથે કર્મચારીઓને ચૂંટણીની કામગીરી,મહેસુલી કામગીરી તેમજ કોરોનાની કામગીરી પણ કરાવતી હોવાના પણ આક્ષેપ કરાયા છે ત્યારે સરકાર એજન્સીઓ મારફતે નહિ પણ સીધું જ વેતન આઉટસોર્સના કર્મચારીઓના ખાતામાં પગાર ચુકવે તેવી માંગ કરવામાં આવી છે.