- તસ્કરો મુખ્ય દરવાજાના તાળા તોડી મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા અને રોકડા,યુ.એસ.ડોલર મળી કુલ ૩૦.૨૮ લાખની ચોરી કરી ફરાર થયા
- ચોરી અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ સ્થિત મુક્તિ નગરમાં આવેલ બિજનેશમેનના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા અને રોકડા,યુ.એસ.ડોલર મળી કુલ ૩૦.૨૮ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ સ્થિત મુક્તિ નગરમાં આવેલ મકાન નંબર-૮૪૦માં રહેતા વિપુલકુમાર કનૈયાલાલ કોઠારી ભરૂચ જી.આઈ.ડી.સી.માં આવેલ જી.ફેક્સીપેક કંપની ચલાવે છે જેઓ ગત તારીખ-૩જી નવેમ્બરના રોજ પરિવાર સાથે બનારસ ખાતે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા અને રોકડા ૭.૨૫ લાખ તેમજ ૧.૬૬ લાખના યુએસ ડોલર મળી કુલ ૩૦.૨૮ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.