Home Bharuch ભરૂચ જેટકોના 268 જેટલા કર્મચારીઓનું સમાન કામ, સમાન વેતન સહિતના વિવધ પ્રશ્નો...

ભરૂચ જેટકોના 268 જેટલા કર્મચારીઓનું સમાન કામ, સમાન વેતન સહિતના વિવધ પ્રશ્નો મુદ્દે કંપની અને કલેકટરને આવેદન…

0
  • ફિક્સ પગરના કર્મીઓએ પગાર, એક લાખ વીમો વધારવા, સેફટી સાધનો આપવા અને બદલીને લઈ કરી રજુઆત

ભરૂચ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનના જિલ્લાના 66 કેવી 3 સબ સ્ટેશનના આઉટસોર્સિંગના 268 કર્મચારીઓ દ્વારા પગાર વધારો સહિતના વિવિધ મુદ્દે અધિક્ષક ઈજનેર અને કલકેટરને આવેદન અપાયું હતું

ભરૂચ જેટકો સર્કલના આઉટ સોસિંગના કર્મચારીઓએ હૈયા વરાળ ઠાલવી હતી કે વધતી મોંધવારીમાં 8 હજાર જેટલા સામાન્ય વેતનમાં ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે. પગારની પોલીસી બદલવા સહિતની વિવિધ પડતર માંગણીઓ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

જેટકો કંપનીના ભરૂચના હલદરવા, અછાલીયા અને ભરૂચ ખાતે 66 કેવી સબ સ્ટેશનમાં ફરજ બજાવતાં આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા પગારની પોલીસી બદલવા ઉપરાંત સમાન કામ સમાન વેતન તેમજ મેડિકલ ખર્ચ , અકસ્માત વીમો અને જોબ સિક્યુરિટી જેવી વિવિધ માગણીઓ કંપની દ્વારા પૂર્ણ કરવામાં આવે તેવી રજુઆત કરાઈ છે. જો માગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં રાજ્યભરના કર્મચારીઓ સાથે મળી આંદોલન શરૂ કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version