Published By:-Bhavika Sasiya
હિન્દુ ધર્મ સેના ના પદાધિકારીઓ, વિવિધ હિન્દુ સંગઠનો સહિત સાધુ સંતો અને શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા.
ભરૂચ ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે કાવડ અભિષેક કાર્યક્રમનું અખિલ ભારતીય હિન્દુ ધર્મ સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાવડ યાત્રામાં સનાતન શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત અધ્યક્ષ સંત શ્રી દિલીપદાસજી પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્ધારા આયોજિત ભરૂચ ડભોયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિર કાવડ અભિષેક યાત્રામા હિન્દુ ધર્મ સેના ગુજરાત સંરક્ષક સંત શ્રી માધવપ્રિયદાસજી, સંત શ્રી મુકતાનંદજી તથા સાધુ સંતો,અને વિશ્વ હિન્દુ પરિષદ ,રાષ્ટ્રીય હનુમાન દળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, નમો નમો મોરચા ભારત, હિન્દુ મહાસભા, જેવા હિન્દુ સંગઠનો ના કાર્યકરો હોદ્દેદારો આગેવાનો અને સામાજિક અગ્રણીઓ આ કાવડ યાત્રામાં જોડાયા હતા.
નર્મદા કિનારે આવેલ ભરૂચને કાશી પછી ભારતનું સૌથી જૂનું શહેર કહેવાય છે.લોક વાયકા મુજબ ભરૂચ શહેરમાં બહુમતી મુસ્લિમ વસતિ વચ્ચે રામાયણ કાળનું સ્વયંભુ પ્રગટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.આજે પણ મહાદેવ નાગ નાગીન સ્વરૂપે ભક્તોને સમયાંતરે દર્શન આપે છે એમ કહેવાય છે. શ્રી પ્રગટેશ્વર મહાદેવ દાદાના મહા રૂદ્વા અભિષેકનું આયોજન પરંપરાગત રીતે પવિત્ર ક્ષાવણ મહિનામાં કાવડ યાત્રા સ્વરૂપે કરવામાં આવે છે. આ પ્રસંગે નર્મદાના જળથી રૂદ્ર અભિષેક કરવામાં આવ્યો હતો. આ કાવડ યાત્રા ચોસાટી જોગણી માતાના મંદિરેથી દર્શન કરી નિકળીને મોટા ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. અગાઉ હિન્દુ સેના દ્વારા હરિદ્વારથી ગંગાજળ લાવવામાં આવેલ અને ભરૂચ જિલ્લાના જે ૧૪ મંદિરોમાં અભિષેક કર્યો હતો તેમાં ભરૂચના આ પ્રગટેશ્વર મહાદેવ મંદિરનો પણ સમાવેશ થાય છે. અને આજે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એજ પરંપરા મુજબ સાધુ સંતોની ઉપસ્થિતિમાં અત્રે કાવડ યાત્રા દ્વારા અભિષેક કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.