Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ તાલુકાના સેગવા ગામમાં ભરૂચ નગર પાલિકાના ફાયર ફાયટરોનું દિલ ધડક રેસ્ક્યુ...

ભરૂચ તાલુકાના સેગવા ગામમાં ભરૂચ નગર પાલિકાના ફાયર ફાયટરોનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન…

Published By : Parul Patel

  • ભરૂચ તાલુકાના સેગવા ગામમાં ભરૂચ નગર પાલિકાના ફાયર ફાયટરોનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન
  • ગામમાં ખાડીના પાણી ફરી વળતા ફસાયેલ ચાર ગર્ભવતી મહિલાઓ સહીત 20 થી 25 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા

ભરૂચ તાલુકાના સેગવા ગામમાં વરસાદી પાણી ખાડીમાં ફરી વળતા ચાર ગર્ભવતી મહિલાઓ સહીત 20 થી 25 લોકો ફસાઈ જતા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાયટરોએ દિલ ધડક ઓપરેશન પાર પાડી તમામને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.

ભરૂચ જીલ્લા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કેટલાક તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે ભારે વરસાદ વચ્ચે ભરૂચ તાલુકાના સેગવા ગામમાં વરસાદી પાણી ખાડીમાં ફરી વળ્યા હતા. જેને કારણે ગામમાં વરસાદી પાણી આવી જતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હતું.વરસાદી પાણી ગામમાં ભરાતા કેટલાક લોકો પાણીમાં ફસાઈ ગયા હોવાની જાણ ભરૂચ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તેઓની ટીમ સાથે બોટ અને લાઈફ જેકેટ સહીતના સાધનો લઇ સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચાર ગર્ભવતી મહિલાઓ,બાળકો,વૃધ્ધો મળી ૨૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.ફાયરના જવાનોની કામગીરીને પગલે લોકોએ તેઓનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!